શૂટ સ્પેસ ડિજિટલના કૌભાંડી MD ઉત્પલ પટેલની પત્નીની ધરપકડ

ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં કાર્યરત ‘શૂટ સ્પેસ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ’ કંપની દ્વારા ડેટા સ્ટોરેજ સ્પેસ ભાડે આપવાના નામે આચરેલા કરોડો રૂપિયાના મહાકૌભાંડમાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ને મોટી સફળતા મળી છે. SIT દ્વારા ઇસ્યૂ કરાયેલી રેડ કોર્નર નોટિસના આધારે આજે દુબઈથી પરત ફરેલી મુખ્ય સૂત્રધાર ઉત્પલ પટેલની પત્ની ભૂમિ પટેલની અમદાવાદ એરપોર્ટ પરથી ધરપકડ કરી લેવામાં આવી છે.

પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનાહિત ષડયંત્રનો મુખ્ય ખેલાડી ઉત્પલ રામાભાઈ પટેલ છે. કંપની દ્વારા કોઈ પણ પ્રકારના વાસ્તવિક સર્વર કે ડેટા સ્ટોરેજની ભૌતિક સુવિધા ઊભી કરવામાં આવી નહોતી. કંપની માત્ર રોકાણકારોને મોટું વળતર આપવાની લાલચ આપીને બનાવટી દસ્તાવેજો અને ફેક ઇનવોઇસના આધારે નાણાં પડાવતી હતી.

રોકાણકારોનો વિશ્વાસ જીતવા માટે ઉત્પલે લોકોના પૈસે જ સરકારમાં ₹54 કરોડ જેટલો માતબર ટેક્સ ભર્યો હતો, જેથી કોઈને શંકા ન જાય. રોકાણકારો પાસેથી એકત્રિત કરેલી આ રકમને ક્લાઉડ-G ટેકનોલોજી લિમિટેડ અને હેરી હોસ્પિટાલિટી જેવી પોતાની જ અન્ય કંપનીઓમાં ડાયવર્ટ કરવામાં આવી હતી, જેમાં તેણે પત્ની ભૂમિ પટેલને બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે રાખી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *