ટ્રાન્સપોર્ટ કમિશનરના વાંકે મુસાફરોને ડામ

સીએનજી ગેસના ભાવમાં સતત થઈ રહેલા વધારાને પગલે રિક્ષાચાલક એસોસિયેશને ભાડામાં વધારો કર્યો છે. હવે પ્રથમ 1200 મીટર (મિનિમમ ભાડું) માટે પેસેન્જરોએ રૂ.20 ચૂકવવા પડતા હતા જેને બદલે હવે રૂ.10નો વધારો કરાતા રૂ.30 ચૂકવવું પડશે. એ પછી 1200 કિલોમીટર પત્યા પછી પ્રતિ કિલોમીટરના રૂ.15 લેવાતા હતા જેમાં રૂ.5નો વધારો કરાયો છે.

રિક્ષા ચાલકો માટે ભાડાને વધારવા કે યથાવત રાખવા માટે રેટ રિવ્યૂ કમિટીની રચના કરવામા આવી છે, જેમાં ટ્રાન્સપોર્ટ કમિશનરના વડપણ હેઠળ રિક્ષા એસો.ના સભ્યો કમિટી મેમ્બર તરીકે જોડાયેલ છે. કમિટી દ્વારા છેલ્લે 2022માં રિક્ષા ભાડામાં વધારા મુદ્દે બેઠક કરવામા આવી હતી.

દર વર્ષે રેટ રિવ્યૂ કમિટીની બેઠક યોજાવી જોઇતી હતી પરંતુ દર વર્ષે સીએનજીના ભાવમાં વધારો થયો પણ રિક્ષાના ભાડામાં વધારો કરાયો નથી. ટ્રાન્સપોર્ટ કમિશનરને રિક્ષા એસો. દ્વારા આ મુદ્દે રજૂઆત કરવામા આવતા તેઓ દ્વારા મૌખિક રીતે જણાવ્યું હતું ચૂંટણી વીત્યા બાદ આ મુદ્દે આધિકારી નિર્ણય લેવાશે એ પછી કોઈ નિર્ણય લેવાયો ન હતો.

ટ્રાન્સપોર્ટ કમિશનરે જ્યારથી ચાર્જ સંભાળ્યો ત્યારથી રિક્ષા એસો.ને માત્ર આશ્વાસન આપી રહ્યા છે. પરંતુ તેઓના માટે કોઇ નક્કર કામગીરી કરતા નથી. વાહન વ્યવહાર કમિશનર તરીકે ચાર્જમાં રહેલા અધિકારીને આ મુદ્દે સંપર્ક કરવામા આવતા તેઓએ ફોન ઉપાડ્યો ન હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *