ગોંડલમાં 28 વર્ષીય યુવાનનો ટ્રેન હેઠળ આપઘાત

ગોંડલમાં એક દુઃખદ ઘટના સામે આવી છે, જ્યાં 28 વર્ષીય યુવાને ટ્રેન હેઠળ પડતું મૂકીને આપઘાત કરી લીધો છે. આ ઘટના ગોંડલના સુરેશ્વર અને ભોજપરા ફાટક વચ્ચે બની હતી.

27 મે, 2026ના રોજ બપોરે 1 વાગ્યાની આસપાસ વેરાવળ-જબલપુર એક્સપ્રેસ (ટ્રેન નં – 11463) ગોંડલ રેલવે સ્ટેશનથી ઉપડ્યાના થોડા સમય બાદ આ ઘટના બની હતી. યુવાને ક્રિષ્ના ફર્નિચર પાછળ, પોલ નં. 37/13-14 પાસે ટ્રેન સામે ઝંપલાવ્યું હતું.

મૃતક યુવાનની ઓળખ બંધિયા ગામના 28 વર્ષીય પ્રિયંક રમેશ કાકરેચા તરીકે થઈ છે. પ્રિયંક કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેઓ અપરણિત હતા અને ભાઈ-બહેનોમાં સૌથી નાના હતા. તેમના પરિવારમાં માતા-પિતા અને દાદી હયાત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *