જન્મ-મરણનાં દાખલાની કામગીરી ખોરવાઈ

રાજકોટ મનપાનાં સિવિક સેન્ટરોમાં જન્મ અને મરણનાં દાખલાની કામગીરી ખોરવાઈ જતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં કેન્દ્ર સરકારના સેન્ટ્રલ સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ એટલે કે CRS પોર્ટલમાં ટેકનિકલ ખામી સર્જાવાના કારણે સર્વર ડાઉન થઈ ગયું છે. જેના લીધે સિવિક સેન્ટરોમાં જન્મ અને મરણના દાખલા મેળવવાની તેમજ નવી નોંધણી કરાવવાની કામગીરી અતિશય ધીમી થઈ છે.

થોડા સમય પહેલા આ તમામ પ્રક્રિયાને કેન્દ્ર સરકારના સિંગલ પોર્ટલ સીઆરએસ સાથે સાંકળી લેવામાં આવી છે. આથી આ સર્વર ડાઉન થવાની સીધી અસર માત્ર રાજકોટ નહીં પરંતુ, સમગ્ર ગુજરાતના તમામ મહાનગરોમાં થઈ હોવાની શક્યતા છે. જોકે જન્મ-મરણ વિભાગના અધિકારીએ આ મામલે રાજ્ય સરકાર સુધી રજૂઆત કર્યાનો બચાવ કર્યો હતો.

પ્રાપ્ત વિગત મુજબ આજરોજ મનપાનાં સિવિક સેન્ટર બહાર જરૂરી સરકારી કામો માટે દાખલા કઢાવા આવેલા અરજદારોની ભારે ભીડ એકત્રિત થઈ ગઈ હતી. કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા બાદ લોકોને ખબર પડી કે સર્વર ઉપરથી જ ડાઉન છે. સિવિક સેન્ટરની અંદર પણ ઓપરેટરો વારંવાર સિસ્ટમ રીસ્ટાર્ટ કરીને પ્રયાસો કરતા હતા પરંતુ, કોમ્પ્યુટરની સ્ક્રીન પર માત્ર એરરના મેસેજ જ ફ્લેશ થતા હતા. કલાકોના લાંબા સમયગાળા બાદ માંડ એકાદ-બે એન્ટ્રી પોર્ટલ પર સ્વીકારાતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *