અમેરિકાના વિદેશ મંત્રી પત્ની સાથે આમેર મહેલમાં ફર્યા

અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો અને તેમની પત્ની જેનેટ ડી.રુબિયો જયપુરના આમેર મહેલ પહોંચ્યા છે. તેમની સાથે અમેરિકી રાજદૂત સર્જિયો ગોર પણ છે. અમેરિકાના વિદેશ મંત્રી પત્ની સાથે આમેર મહેલમાં ફર્યા.

જયપુરના ગાઈડ મહેશ શર્માએ તેમને શીશ મહેલ, ગણેશ પોળ, દિવાન-એ-આમ, દિવાન-એ-ખાસ, સુખ નિવાસ અને આમેરના માવઠા તળાવ વિશે માહિતી આપી હતી.

આમેર પેલેસના જલેબ ચોક ખાતે તેમનું પરંપરાગત રાજસ્થાની શૈલીમાં સ્વાગત કરવામાં આવ્યું. લોક કલાકારો રાજસ્થાની સંસ્કૃતિનું પ્રદર્શન કર્યુ. લોક કલાકારો ઘૂમર, કાલબેલિયા અને કાચી ઘોરી નૃત્યો રજૂ કર્યા. કઠપૂતળી કલાકારોએ પણ પ્રદર્શન કર્યુ.

તેમની મુલાકાતને પગલે આજે બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી આમેર પેલેસ પ્રવાસીઓ માટે બંધ રહેશે. માર્કો રુબિયો હાથી ગામની પણ મુલાકાત લઈ શકે છે.

માર્કો રુબિયો બપોરે 1.30 વાગ્યે આગ્રાથી જયપુર એરપોર્ટ પર પહોંચ્યા. જયપુર પહોંચ્યા પછી જેએલએન માર્ગ પર ટ્રાફિક બંધ થઈ ગયો હતો. એક દિવસના રોકાણ બાદ તેઓ મંગળવારે સવારે 6.30 વાગ્યે દિલ્હી જવા રવાના થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *