ધર્મેન્દ્રને મરણોત્તર પદ્મ વિભૂષણ, હેમા માલિનીએ સન્માન સ્વીકાર્યું

રાષ્ટ્રપતિ ભવનમાં સોમવારે પદ્મ પુરસ્કારો આપવામાં આવી રહ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સૌથી પહેલા દિવંગત ફિલ્મ સ્ટાર ધર્મેન્દ્રને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. તેમની પત્ની અભિનેત્રી-સાંસદ હેમા માલિનીએ આ સન્માન સ્વીકાર્યું.

મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીતને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા. તેમની આગેવાની હેઠળ આ જ વર્ષે ટીમે વનડે વર્લ્ડકપ જીત્યો હતો.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 66 હસ્તીઓને પદ્મ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. વર્ષ 2026માં કુલ 131 હસ્તીઓને પદ્મ પુરસ્કાર આપવાના છે, જેમાંથી બાકીના 65 વિજેતાઓને આગામી તબક્કામાં સન્માનિત કરવામાં આવશે, જેની તારીખો હજુ જાહેર થઈ નથી.

વરિષ્ઠ પત્રકાર કૈલાશ ચંદ્ર પંતને દેશભરમાં હિન્દી ભાષાના પ્રચાર-પ્રસારમાં તેમના યોગદાન બદલ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા પદ્મ શ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *