ગુજરાતમાં 11,708 લોકો પાસે ઈન્ટરનેશનલ ડ્રાઈવીંગ લાઈસન્સ

વર્ષ 1949માં 19 સપ્ટેમ્બરના ઇન્ટરનેશનલ રોડ ટ્રાફિક પર યોજાયેલા કન્વેશન દરમિયાન ભારત સહિત 103 દેશોએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ માટે કોન્ટ્રાક્ટ કર્યો હતો. ત્યારબાદ વર્ષ 1968માં 8 નવેમ્બરના મળેલા કન્વેન્શન વખતે પાકિસ્તાન સહિત 37 દેશો આ કરાર સાથે જોડાયા હતાં. એટલે કે વિશ્વના 140 દેશોમાં ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ માન્ય છે. ગુજરાતમાં હાલ 11,708 વાહન ચાલકો પાસે ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ પરમીટ છે.

જ્યારે રાજકોટમાં ચાલુ વર્ષે માત્ર 5 જ માસમાં 800થી વધુ લોકોએ ઇન્ટરનેશનલ ડ્રાઇવિંગ લાઇસન્સ કઢાવ્યું છે. કોરોના બાદ વિદેશ જનારાઓની સંખ્યા વધી હોય તેમ ત્યાંનું ડ્રાઇવિંગ લાયસન્સ કઢાવનારાઓની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. 2021માં 500 આસપાસ ઇન્ટરનેશનલ લાયસન્સ કઢાવનારા વાહન ચાલકોની સંખ્યા 2025માં 1600ને પાર પહોંચી ગઇ છે. હાલ આ લાયસન્સની વેલિડિટી એક વર્ષની રાખવામાં આવી છે.

રાજકોટ આરટીઓ અધિકારી ઇન્દ્રજીત ટાંકે જણાવ્યું હતું કે, 2026માં 800થી વધુ લોકોએ ઇન્ટરનેશનલ લાયસન્સ મેળવેલા છે. કોઈ વ્યક્તિ વિદેશમાં ભણવા માટે કે ફરવા માટે જતા હોય તો એક વર્ષ માટે આ લાયસન્સ નીકળતું હોય છે. જેમાં જે પણ પ્રકારની જરૂરિયાત હોય એટલે કે ટુ વ્હીલર અથવા તો ફોર વ્હીલર માટેનું લાઇસન્સ જોઈતું હોય તો તે માટે ઓનલાઈન પ્રક્રિયા કરવાની રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *