સોનાક્ષી-ઝહીર પર ‘મેલોડી ટોફી’ ટ્રેન્ડનો રંગ ચડ્યો!

બોલિવૂડ એક્ટ્રેસ સોનાક્ષી સિન્હા અને તેનો પતિ ઝહીર ઇકબાલ સોશિયલ મીડિયા પર ચાલી રહેલા ‘મેલોડી’ ટ્રેન્ડમાં સામેલ થઈ ગયા છે. બંનેએ બુધવારે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક મજેદાર વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં ઝહીર મેલોડી ટોફીની પ્રખ્યાત ટેગલાઇન બોલતો જોવા મળી રહ્યો છે. વાસ્તવમાં, આ આખો ટ્રેન્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીને મેલોડી ટોફી આપ્યા પછી શરૂ થયો છે.

સોનાક્ષી જાણતી નથી કે પતિ તેને કેટલો પ્રેમ કરે છે

જોઈન્ટ ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં શેર કરાયેલા આ વીડિયોમાં સોનાક્ષી તેના પતિ ઝહીરને પૂછે છે, ‘તું શું પૂછવા માંગે છે?’ તેના પર ઝહીર જવાબ આપે છે, ‘તું સારી રીતે જાણે છે કે હું તને કેટલો પ્રેમ કરું છું.’ જ્યારે સોનાક્ષી ચીડવતા કહે છે, ‘ના’. ત્યારે ઝહીર તરત જ તેના ખિસ્સામાંથી મેલોડી ટોફી કાઢે છે અને કહે છે, ‘મેલોડી ખાઓ, જાતે જ જાણી જાઓ.’

આ મેલોડી ટ્રેન્ડનું બેકગ્રાઉન્ડ ખૂબ જ રસપ્રદ છે. તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇટાલીના વડાંપ્રધાન જ્યોર્જિયા મેલોનીનો એક વીડિયો સામે આવ્યો હતો. આ વીડિયોમાં બંને નેતાઓ વચ્ચે હળવાશભર્યા અંદાજમાં વાતચીત થઈ રહી હતી. જી-7 સમિટ અથવા દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન પીએમ મોદીએ પીએમ મેલોનીને મેલોડી ચોકલેટ આપી હતી. ત્યારબાદથી જ આ મામલો ચર્ચામાં આવ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *