જેતપુરમાં ખાતરના ઢગલામાંથી વિદેશી દારૂ ઝડપાયો

રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં દારૂબંધીની કડક અમલવારીના ભાગરૂપે જેતપુર તાલુકાના થાણાગાલોલ ગામેથી પોલીસે ખાતરના ઢગલામાંથી રૂ. 76,058/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. આ કેસમાં બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

લોકલ ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે પોલીસે એક વાડીના ખેતરમાં દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન, ભારતીય બનાવટની જુદી-જુદી બ્રાન્ડની 750 એમ.એલ. અને 180 એમ.એલ. માપની કુલ 152 બોટલો મળી આવી હતી.દારૂના જથ્થા ઉપરાંત, પોલીસે રૂ. 20,000/- ની કિંમતના બે મોબાઈલ ફોન પણ જપ્ત કર્યા હતા. આમ, કુલ રૂ. 96,058/- નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમ 65(ઈ), એ, 81 હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

પોલીસે આ ગુનામાં થાણાગાલોલ, તા. જેતપુરના રહેવાસી રાધેન્દ્ર ઉર્ફે ચીન્ટુ રમેશભાઈ કોરડીયા અને રાજ ઉર્ફે બાબર પ્રવીણભાઈ સરવૈયાની ધરપકડ કરી છે. જ્યારે પીપળીયા ગામ, તા. ભેસાણના અજય કાઠી અને જેતપુર ખીરસરા રોડના રવી ઠાકોર નામના અન્ય બે આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *