રાજકોટના રામદેવ ડાંગરને હથિયાર સપ્લાય કરનાર ઝડપાયો

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં ગત 09.05.2026ના રોજ થયેલ ફાયરિંગ કેસ બાદ પોલીસ તપાસ દરમિયાન આરોપી રામદેવ ડાંગરના બે હથિયાર નામચીન ભરત કુગશીયાએ આપ્યા હોવાની કબૂલાત આપતા આજ રોજ શહેર SOG પોલીસ દ્વારા મોરબી રોડ પર ADB હોટલ નજીકથી તેને એક દેશી બનાવટની પિસ્તોલ અને 3 જીવતા કાર્ટીસ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે આરોપી વિરુદ્ધ અગાઉ પ્રોહિબિશન, આર્મ્સ એક્ટ, મારા મારી સહીત 8 ગુના નોંધાઈ ચુક્યા હોવાનું અને બે વખત પાસા થઇ ચુકી હોવાનું સામે આવ્યું છે. હાલ પોલીસે તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ઉલ્લેખનીય છે કે ફાયરિંગ કેસમાં પોલીસે અત્યાર સુઘી કુલ પાંચ આરોપીની ધરપકડ કરી ચાર ગેરકાયદે હથિયાર અને એક પરવાના વાળું મળી કુલ 5 હથિયાર કબ્જે કરવામાં આવ્યા છે. અગાઉ ઝડપાયેલ બે હથિયાર રામદેવ ડાંગરને નામચીન ભરત કુગશીયાએ આપ્યાની કબૂલાત આપતા પોલીસે તેની આજરોજ ધરપકડ કરવામાં આવી છે.

રાજકોટ શહેરના જામનગર રોડ પર નાગેશ્વર વિસ્તારમાં જેમકો સેલ્સ એન્ડ સર્વિસ સ્ટેશન ખાતે શનિવારે સાંજે પૈસાની લેતી દેતીમાં થયેલી તકરાર બાદ બલી ડાંગરના સાગરીત રામદેવ ડાંગર ઉપર લાઇન બોય દિવ્યરાજસિંહ સરવૈયાએ બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા જોકે તેમાં કોઈને ઈજા પહોંચી ન હતી અને ઘટના બાદ બંનેપક્ષોએ સમાધાન કરી લેતા ગાંધીગ્રામ પોલીસે સરકાર તરફે ફરિયાદી બની ખૂનની કોશિશ, આર્મ્સ સેટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી રામદેવ ડાંગર અને દિવ્યરાજસિંહ સરવૈયાની ધરપકડ કરી તપાસ SOG પોલીસને સોંપવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *