SCA સામેના કેસમાં ઈન્કવાયરી પ્રક્રિયા શરૂ

ભારતીય ક્રિકેટને અનેક ક્રિકેટ સિતારાઓ આપનાર સૌરાષ્ટ્રના ક્રિકેટ એસોસીએશનમાં ચાલતા મનસ્વી વહિવટ અને સ્થાપિત હિતોના અડિંગા-પરિવારવાદ સામે શરૂ થયેલા કાનૂની જંગમાં ગુજરાત હાઇકોર્ટે સુપ્રિમ કોર્ટના નિવૃત જજ એમ.આર. શાહને રજુઆતો સાંભળીને રીપોર્ટ સોંપવાની જવાબદારી સોંપી છે અને તેની પ્રક્રિયા શરૂ કરી રજુઆતો, વાંધા અથવા સુચનો મંગાવવામાં આવ્યા હતા. આ પછી આવતીકાલથી બે દિવસ તેઓ રાજકોટના સર્કિટ હાઉસ ખાતે સભ્યોને રૂબરૂ મળી મૌખિક રજુઆત પણ સાંભળનાર છે જેમાં જે કોઈ ડીસ્ટ્રીક એસોસિએશનના મેમ્બરને વાંધા કે રજુઆત હોય તેઓ રૂબરૂ મળીને પણ રજુઆત કરી શકશે.

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનના બંધારણના સંદર્ભમાં સૂચનો કરવા માટેની સમિતિના અધ્યક્ષ તરીકે સુપ્રીમ કોર્ટના નિવૃત જજ એમ.આર.શાહ અગાઉ, લેખિત સૂચનો/વાંધા/ભલામણો મંગાવવામાં આવી હતી. ત્યારબાદ આ સૂચન દ્વારા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સાથે જોડાયેલા જિલ્લા ક્રિકેટ એસોસિએશનના કોઈપણ પ્રમુખ કે સભ્ય મૌખિક રજૂઆત કરવા માંગતા હોય તો તેઓ આવતીકાલે તારીખ 19.05.2026ના રોજ સવારે 11થી 1 વાગ્યા અને સાંજે 4.30થી 6.30 વાગ્યા સુધી અને 20.05.2026ના રોજ સવારે 10.30થી 12.30 વાગ્યા સુધી રાજકોટ સર્કિટ હાઉસ ખાતે હાજર રહી રૂબરૂ રજુઆત કરી શકશે.

પોરબંદર ડિસ્ટ્રીક્ટ એસોસિએશન કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન લોઢા કમીટીની ભલામણોનું પણ ઉલ્લંઘન કરીને પરિવારવાદ ચલાવીને સ્થાપિત હિતોનો અડિંગો બની ગયાના આક્ષેપ સાથે પોરબંદર ડીસ્ટ્રીક્ટ (રૂરલ) એસોસીએશન દ્વારા કોર્ટના દ્વાર ખખડાવવામાં આવ્યા હતા. રીટ પીટીશનમાં એવી દલીલ કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્રના દરેક જિલ્લા ક્રિકેટ એસોસીએશનને સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર આપવામાં આવી રહ્યો નથી, મેમ્બરશીપ આપવામાં આવતી નથી તેમજ લોઢા કમિટીના રીપોર્ટ તથા સુપ્રિમ કોર્ટના ચુકાદાનું પાલન કરાતું નથી. એટલું જ નહિ ગેર વહિવટ તરફ આંગળી ચિંધતા એવી પણ દલીલ કરવામાં આવી હતી કે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો.ના નાણાંકીય ઓડિટનું કામ સંસ્થાના જ સભ્ય એવા સી.એ. પાસે કરાવાયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *