કર્ણાટકમાં બે હાથીઓની લડાઈમાં મહિલાનું મોત

કર્ણાટકના કોડાગુ (કૂર્ગ) જિલ્લાના દુબારે એલિફન્ટ કેમ્પમાં સોમવારે બે હાથીઓની લડાઈ દરમિયાન એક મહિલા પર્યટકનું મૃત્યુ થયું. એક હાથી ધક્કો લાગવાથી સંતુલન ગુમાવી બેઠો અને મહિલા ઉપર પડી ગયો. આનાથી મહિલા દબાઈ જવાથી મૃત્યુ પામી.

જ્યારે એક પુરુષ અને તેના ખોળામાં એક બાળક માંડ માંડ બચી ગયા. અધિકારીઓના જણાવ્યા અનુસાર, તમિલનાડુ નિવાસી તુલસી (33) અન્ય પર્યટકો સાથે નદી કિનારે ઊભી રહીને હાથીઓને નવડાવતા જોઈ રહી હતી. નદીમાં 6 થી 7 હાથી હતા. તેમની સાથે મહાવત પણ હતા.

ત્યારે કંજન અને માર્તંડા નામના બે હાથી હિંસક બનીને બેકાબૂ થઈ ગયા. બંને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. આ દરમિયાન ચીસાચીસ મચી ગઈ. લોકો આમતેમ ભાગતા દેખાયા. ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *