અમેરિકાના સેન ડિએગો સ્થિત મસ્જિદમાં સોમવારે ગોળીબારમાં 5 લોકોના મોત થયા. આમાં એક સિક્યોરિટી ગાર્ડ અને બે શંકાસ્પદનો સમાવેશ થાય છે.
પોલીસના જણાવ્યા અનુસાર, બંને શંકાસ્પદ કિશોરો હતા. એક 17 વર્ષનો અને બીજો 19 વર્ષનો હતો. બંનેના મૃતદેહ મસ્જિદ નજીક એક વાહનમાં મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં માનવામાં આવે છે કે તેઓએ પોતાને ગોળી મારી હતી.
આ મામલાની તપાસ હેટ ક્રાઈમના એંગલથી કરવામાં આવી રહી છે. જોકે, હુમલા પાછળના કારણ અંગે હાલમાં વધુ માહિતી શેર કરવામાં આવી નથી.
આ હુમલો ઇસ્લામિક સેન્ટર ઓફ સેન ડિએગોમાં થયો હતો. આ સેન ડિએગો કાઉન્ટીની સૌથી મોટી મસ્જિદ છે. પરિસરમાં એક શાળા પણ છે, જ્યાં બાળકોને અરબી ભાષા, ઇસ્લામિક અભ્યાસ અને કુરાનનું શિક્ષણ આપવામાં આવે છે.