ટાટા મોટર્સ કોમર્શિયલ વ્હીકલ્સને FY26ના ચોથા ક્વાર્ટરમાં ₹1,793 કરોડનો કોન્સોલિડેટેડ નફો થયો છે. ગયા વર્ષે આ જ ક્વાર્ટરમાં કંપનીને ₹1,340 કરોડનો નફો થયો હતો. એટલે કે, વાર્ષિક ધોરણે કંપનીનો નફો 33.8% વધ્યો છે. આ વૃદ્ધિ વેચાણમાં વધારો અને સારા માર્જિનને કારણે મળી છે.
ચોથા ક્વાર્ટરમાં કંપનીની આવક પણ વાર્ષિક ધોરણે 19.3% વધીને 26,098 કરોડ રૂપિયા રહી. ગયા વર્ષના સમાન ક્વાર્ટરમાં તે 21,863 કરોડ રૂપિયા રહી હતી. નફામાં આવેલી આ તેજીને જોતા બોર્ડે શેરહોલ્ડરો માટે 4 રૂપિયા પ્રતિ શેરના ફાઇનલ ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે.
Q4માં 1.32 લાખ કોમર્શિયલ વાહનો વેચાયા
ટાટા મોટર્સે ચોથા ક્વાર્ટરમાં 1.32 લાખ કોમર્શિયલ વાહનો વેચ્યા, જે ગયા વર્ષની સરખામણીમાં 25% વધુ છે. સમગ્ર નાણાકીય વર્ષ 2026ની વાત કરીએ તો કુલ વેચાણ 14% વધીને 4.28 લાખ યુનિટ રહ્યું.