જસદણમાં સતત ધમધમતા વિસ્તારમાં હાર્ડવેરની દુકાનમાં આગથી અફરાતફરી

જસદણના નવા બસ સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હાર્ડવેરની દુકાનમાં અચાનક આગ ભભૂકતાં અફરાતફરી મચી ગઈ હતી.

ગુરૂકૃપા રેસ્ટોરન્ટની નીચે આવેલી સરદાર હાર્ડવેર નામની દુકાનમાં લાગેલી આ આગમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ માલસામાનને નુકસાન પહોંચ્યું હતું. દુકાનમાંથી અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગતાં લોકો ચોંકયા હતા.

જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. પ્રાથમિક દ્રષ્ટિએ આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે ,ભીડ ધરાવતા વિસ્તારમાં આગ લાગતા આસપાસના વેપારીઓના પેટમાં ફાળ પડી ગઈ હતી.

આગની જાણ થતા જ જસદણ પાલિકાની ફાયર ફાઈટરની ટીમ દોડી ગઈ હતી અને જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. ફાયર વિભાગની આ ત્વરિત કામગીરીને કારણે આગ વધુ ફેલાતી અટકી હતી અને મોટી હોનારત ટળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *