ફિનની ફાઈન સેન્ચૂરી, કોલકાતાને 8 વિકેટે જીતાડ્યું

કોલકાતા નાઈટ રાઈડર્સે IPLની વર્તમાન સીઝનમાં સતત ચોથી જીત હાંસલ કરી છે. ટીમે શુક્રવારે દિલ્હી કેપિટલ્સને 8 વિકેટે હરાવ્યું છે. આ હાર સાથે જ દિલ્હી હવે પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર ફેંકાઈ ગયું છે.

અરુણ જેટલી સ્ટેડિયમમાં કોલકાતાએ ટૉસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. દિલ્હીએ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 142 રન બનાવ્યા હતા. કોલકાતાએ 143 રનનો ટાર્ગેટ માત્ર 14.2 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો.

ઓપનર ફિન એલેને છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી. આ સાથે જ તેણે પોતાની સદી પણ પૂરી કરી હતી. એલેને માત્ર 47 બોલમાં 5 ચોગ્ગા અને 10 છગ્ગાની મદદથી અણનમ 100 રન બનાવ્યા હતા. તેની સાથે કેમરોન ગ્રીન 33 રન બનાવીને અણનમ રહ્યો હતો.

143 રનનો ટાર્ગેટ ચેઝ કરી રહેલી કોલકાતાએ એક સમયે 31 રન પર બે વિકેટ ગુમાવી દીધી હતી. કેપ્ટન અજિંક્ય રહાણે 13 રન અને અંગકૃષ રઘુવંશી એક રન બનાવીને આઉટ થયો હતો. આવી મુશ્કેલ સ્થિતિમાં ફિન એલેને કેમરોન ગ્રીન સાથે મળીને શતકીય (100+ રન) પાર્ટનરશીપ નોંધાવી ટીમને શાનદાર જીત અપાવી હતી.

પાથુમ નિસાંકાએ ફિફ્ટી ફટકારી

ઓપનર પાથુમ નિસાંકાએ શાનદાર બેટિંગ કરતા 29 બોલમાં 50 રનની ઈનિંગ રમી હતી. જ્યારે આશુતોષ શર્માએ 39 રનનું યોગદાન આપ્યું હતું અને કેએલ રાહુલે 23 રન બનાવ્યા હતા. કોલકાતા તરફથી બોલિંગમાં અનુકૂલ રોય અને કાર્તિક ત્યાગીએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે વૈભવ અરોરા, સુનિલ નારાયણ અને કેમરોન ગ્રીનને એક-એક સફળતા મળી. દિલ્હીનો એક બેટ્સમેન રનઆઉટ થયો હતો.

બંને ટીમોની પ્લેઈંગ-XI

કોલકાતા નાઈટ રાઈડર્સ: અજિંક્ય રહાણે (કેપ્ટન), અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), કેમરોન ગ્રીન, રોવમેન પોવેલ, મનીષ પાંડે, રિંકુ સિંહ, સુનિલ નારાયણ, અનુકૂલ રોય, કાર્તિક ત્યાગી, વૈભવ અરોરા, વરુણ ચક્રવર્તી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *