‘લોર્ડ બોબી’ હૃતિકની ગર્લફ્રેન્ડ સાથે રોમાન્સ કરશે!

બોબી દેઓલની અપકમિંગ ફિલ્મ ‘બંદર’નું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ 29 સેકન્ડના ટીઝરમાં બોબી દેઓલ સમર નામના એક એવા એક્ટરના પાત્રમાં જોવા મળી રહ્યો છે, જે પોતાની ઓળખ ગુમાવી રહ્યો છે અને જેનું જીવન એક કેસથી હંમેશા માટે બદલાઈ જાય છે.

આ પછી બોબી દેઓલના પાત્રનો પરિચય થાય છે. બોબીએ સમર નામના એક એવા એક્ટરનું પાત્ર ભજવ્યું છે, જે એક સમયે સ્ટાર હતો અને હવે પોતાની ઓળખ જાળવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યો છે.

હૃતિકની ગર્લફ્રેન્ડ ‘બંદર’માં બોબીને ડેટ કરશે

બદલાતા સમયમાં હવે સમર લગ્નોમાં પરફોર્મ કરે છે, જેના પછી એક પછી એક ફિલ્મના અન્ય પાત્રોનો પરિચય થાય છે. હૃતિક રોશનની ગર્લફ્રેન્ડ સબા આઝાદે ફિલ્મમાં બોબી દેઓલની ડેટનો રોલ ભજવ્યો છે.

સપના પબ્બી તેની એક્સ ગર્લફ્રેન્ડની ભૂમિકા ભજવી રહી છે. ટીઝરમાં ટ્વિસ્ટ ત્યારે આવે છે, જ્યારે એક દિવસ અચાનક સમરની ધરપકડ થાય છે. ટીઝરમાં કેટલાક જેલ સીન અને કોર્ટના સીન પણ સામેલ કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *