રાજકોટ મોરબી હાઇ-વે પર હિટ એન્ડ રન

રાજકોટમાં સતત બીજા દિવસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે જેમાં ગઈકાલે મોડી રાત્રે રાજકોટ મોરબી હાઇવે પર ગવરીદડ ગામ નજીક ચાલીને જતા બેડી ગામના યુવકનું અજાણયા વાહનની ઠોકરે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં સ્થળ પર જ મોત નીપજ્યું હતું. હાલ સમગ્ર મામલે કુવાડવા પોલીસે ગુનો નોંધી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અજાણ્યા વાહને ઠોકરે લેતા યુવક ગંભીર રીતે ઈજાગ્રસ્ત ગઈકાલે મોડી રાત્રીના રાજકોટ નજીક મોરબી રોડ પર ગવરીદડ ગામ પાસે એક અજાણ્યો યુવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો જેને જોઈ તપાસી 108ના ઇએમટીએ સ્થળ ઉપર જ મૃત જાહેર કર્યો હતો અને બનાવની જાણ થતા કુવાડવા પોલીસને કરતા પોલીસે જરૂરી કાગળ કાર્યવાહી કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે મૃતકનું નામ જાણવા અને તેના વાલી વારસની શોધખોળ કરતા જાણવા મળ્યું હતું કે, મૃતક વિક્રમભાઈ મૂળજીભાઈ પરમાર (ઉં.વ.41) છે અને તે મોરબી રોડ પર આવેલ બેડી ગામનો જ રહેવાસી છે.

પોલીસે અજાણ્યા વાહનચાલકની શોધખોળ હાથ ધરી મૃતક વિક્રમભાઈ ટ્રાવેલ્સમાં ક્લિનર તરીકે કામ કરતા ગઈકાલે રાત્રે તેઓ કોઈ ટ્રાવેલ્સમાં ગયા હતા અને પરત ગવરીદળ પાસે ઉતરી ગયા હશે અને ચાલીને જતા હોય ત્યારે કે રસ્તો ક્રોસ કરતા હોય ત્યારે કોઈ અજાણ્યો વાહન ચાલક ઠોકરે લઈને નાસી ગયો હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. જયારે પોલીસની પ્રાથમિક પુછપરછમાં વિક્રમભાઈ 2 ભાઈ અને 1 બહેનમાં નાના હોવાનું અને પોતે અપરણિત હોવાનું સમયે આવ્યું છે. હાલ કુવાડવા પોલીસે મૃતદેહ પોસમોર્ટમ અર્થે ખસેડી અકસ્માત સર્જનાર અજાણ્યા વાહન ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *