ગોકુલ સ્નેક્સની એજન્સીમાંથી 1.73 લાખ ભરેલી બેગની ઉઠાંતરી

શહેરના પીરવાડી વિસ્તારમાં આવેલી ગોકુલ સ્નેક્સ પ્રા.લિ.ની ‘સનાતન સેલ્સ એજન્સી’માં ધોળેદિવસે ચોરીની ઘટના સામે આવી છે.

એજન્સીના મેનેજર બાથરૂમ જવા માટે થોડીવાર માટે બહાર ગયા અને શટર અધખુલ્લું રાખ્યું, તે દરમિયાન કોઈ અજાણ્યો શખ્સ ઓફિસમાં ઘૂસી ટેબલ પર રાખેલી ₹1,73,000 રોકડ ભરેલી થેલી લઈને પલાયન થઈ ગયો હતો. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ જતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ ધોરાજીના અને હાલ રાજકોટના ઓમનગરમાં રહેતા ગિરધરભાઈ ગોરધનભાઈ ચાંગેલાએ ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ પીરવાડીમાં લિજ્જત પાપડની બાજુમાં આવેલી ‘સનાતન સેલ્સ એજન્સી’માં ડેપો મેનેજર તરીકે ફરજ બજાવે છે.ગઈ તા.1ના રોજ સવારે ફરિયાદી ગિરધરભાઈએ એજન્સી ખોલી હતી.

સવારે 8:00 વાગ્યાની આસપાસ તેઓ શટર અડધું બંધ કરીને બાથરૂમ જવા માટે બહાર નીકળ્યા હતા. આ ટૂંકા ગાળામાં જ કોઈ અજાણ્યો તસ્કર ઓફિસમાં પ્રવેશ્યો હતો.ગિરધરભાઈ પરત આવ્યા ત્યારે ટેબલ પર રાખેલી ગ્રે રંગની ‘ગોકુલ કંપની’ની થેલી ગાયબ હતી. તેમણે આસપાસ તપાસ કરી અને પોતાના પુત્ર મિલનકુમારને પણ ફોન કરીને પૂછ્યું, પરંતુ બેગનો પત્તો લાગ્યો નહોતો.

અંતે એજન્સીમાં લાગેલા CCTV કેમેરા ચેક કરતા ચોંકાવનારો ખુલાસો થયો હતો. ફૂટેજમાં દેખાયું કે જ્યારે મેનેજર બહાર ગયા હતા, ત્યારે એક અજાણ્યો શખ્સ ઓફિસમાં ઘુસ્યો અને ટેબલ પરથી રોકડ ભરેલી બેગ લઈને રફુચક્કર થઈ ગયો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *