સરકારી એન્જિનિયરિંગ કંપની BHEL નો નાણાકીય વર્ષ 2026 ના ચોથા ક્વાર્ટરમાં કન્સોલિડેટેડ નેટ પ્રોફિટ વાર્ષિક ધોરણે 156% વધીને 1,290.47 કરોડ રૂપિયા પર પહોંચી ગયો છે. ગયા નાણાકીય વર્ષના આ જ ક્વાર્ટરમાં કંપનીને 504.45 કરોડ રૂપિયાનો નફો થયો હતો.
BHELની આવક 37% વધીને 12,310.37 કરોડ રૂપિયા થઈ ગઈ. ગયા વર્ષના આ જ સમયગાળામાં કંપનીને 8,993.37 કરોડ રૂપિયા હતી. શેરધારકો માટે ₹1.40ના ડિવિડન્ડની પણ જાહેરાત કરવામાં આવી છે. BHEL એ આજે 4 મેના રોજ જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરના પરિણામો જાહેર કર્યા છે.
આખા નાણાકીય વર્ષમાં નફો 200% વધીને 1,600 કરોડ પહોંચ્યો
મહારત્ન કંપનીનો આખા વર્ષનો કુલ નફો પણ 200% વધીને 1,600.26 કરોડ રૂપિયા રહ્યો. નાણાકીય વર્ષ 2025માં આ આંકડો 533.90 કરોડ રૂપિયા હતો. તેમજ, આખા નાણાકીય વર્ષમાં આવક 19% વધીને 33,782.18 કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. FY25માં તે 28339.48 કરોડ રૂપિયા રહ્યો હતો.