મુંબઈ ઈન્ડિયન્સે IPLમાં પોતાનો સૌથી વધુ રન ચેઝ કર્યો છે. ટીમે સોમવારે લખનઉ સુપર જાયન્ટ્સ સામે 6 વિકેટથી વિજય મેળવ્યો. ચાલુ સિઝનમાં સતત ત્રણ હાર બાદ ટીમે જીતનો સ્વાદ ચાખ્યો.
વાનખેડે સ્ટેડિયમ ખાતે ટૉસ હારતા પ્રથમ બેટિંગ કરતા લખનઉએ 20 ઓવરમાં 5 વિકેટે 228 રન બનાવ્યા. મુંબઈએ 18.4 ઓવરમાં 4 વિકેટે 229 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો. વિલ જેક્સે આવેશ ખાનના બોલ પર છગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી.
રોહિત અને રિકેલ્ટનની અડધી સદી, બંને માટે 143 રનની ભાગીદારી ઓપનરો એ રન ચેઝમાં મુંબઈને વિસ્ફોટક શરૂઆત અપાવી. રોહિત શર્મા અને રાયન રિકેલ્ટને 65 બોલમાં 143 રનની ઓપનિંગ ભાગીદારી કરી.
રોહિત શર્માએ 44 બોલમાં 6 ચોગ્ગા અને 7 છગ્ગાની મદદથી 84 રન બનાવ્યા. જ્યારે રાયન રિકેલ્ટને 32 બોલમાં 83 રન બનાવ્યા. તેની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 8 છગ્ગાનો સમાવેશ થાય છે.