દાવો- હોર્મુઝમાં અમેરિકી જહાજ પર ઈરાનનો મિસાઈલ હુમલો

ઈરાને હોર્મુઝ સ્ટ્રેટમાં એક અમેરિકી નેવી શિપ પર બે મિસાઈલો દાગી છે. આ હુમલામાં જહાજને નુકસાન પહોંચ્યું છે, જેના કારણે તેને પાછળ હટવું પડ્યું હતું. ઈરાની ન્યૂઝ એજન્સી ‘ફાર્સ’ એ આ અંગે માહિતી આપી છે.

રિપોર્ટ મુજબ, આ હુમલો ત્યારે કર્યો જ્યારે અમેરિકી જહાજે ઈરાની નૌકાદળની ચેતવણીને અવગણીને હોર્મુઝમાંથી પસાર થવાનો પ્રયાસ કર્યો હતો.

જોકે, અમેરિકી સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM)એ હોર્મુઝમાં તેના કોઈપણ નૌકાદળના જહાજ પર હુમલાના અહેવાલોને ફગાવી દીધા છે. સેન્ટકોમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે અમેરિકી સેના ‘પ્રોજેક્ટ ફ્રીડમ’ હેઠળ કામ કરી રહી છે.

આ અગાઉ, અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકી સેના આ વિસ્તારમાં ફસાયેલા જહાજોને સુરક્ષિત બહાર કાઢવામાં મદદ કરશે અને કોઈપણ અવરોધનો કડક જવાબ આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *