શાપર વેરાવળ પોલીસે મોટરસાયકલ ચોરીનો અનડિટેક્ટ ગુનો ઉકેલી એક આરોપીને ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો છે.આ ગુનામાં, કોઈ અજાણ્યા આરોપીએ ફરિયાદીની કાળા રંગની હિરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (રજી.નં. GJ03 PH 5196) જે 2025ના મોડેલની અને આશરે ₹60,000ની કિંમતની હતી, તેની ચોરી કરી હતી.
પોલીસે બીટુકુમાર નગેસ્વર પાસવાન (ઉંમર 33, રહે. ગોંડલ, ભોજપર ગામ, કેપીટલ કંપનીની ઓરડીમાં, મૂળ રહે. બળકીસનોદીયા, પો.સ્ટ. રતનપુર, જી. આરા, બિહાર) નામના આરોપીને ઝડપી પાડ્યો છે.
શાપર વેરાવળ પોલીસ સ્ટેશનનો સર્વેલન્સ સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે આરોપીને ચોરીની મોટરસાયકલ સાથે પકડી પાડ્યો હતો.