ટ્રમ્પે યુરોપિયન યુનિયનની કાર-ટ્રકો પર 25% ટેરિફ લગાવ્યો

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી છે કે આવતા અઠવાડિયાથી યુરોપિયન યુનિયન (EU)માંથી આવતી કારો અને ટ્રકો પર ટેરિફ વધારીને 25% કરવામાં આવશે.

ટ્રમ્પનું કહેવું છે કે યુરોપિયન યુનિયન પહેલાથી નક્કી થયેલા વેપાર કરારનું પાલન કરી રહ્યું નથી, તેથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

તેમણે એમ પણ કહ્યું કે જો યુરોપિયન કંપનીઓ અમેરિકામાં જ કાર અને ટ્રક બનાવશે, તો તેમના પર કોઈ ટેક્સ લગાવવામાં આવશે નહીં.

ટ્રમ્પ અનુસાર, આ સમયે અમેરિકામાં ઘણી નવી ઓટોમોબાઈલ અને ટ્રક ફેક્ટરીઓ બની રહી છે, જેમાં 100 બિલિયન ડોલરથી વધુનું રોકાણ થઈ રહ્યું છે.

આ વેપાર સમજૂતી ગયા વર્ષે જુલાઈમાં ટ્રમ્પ અને યુરોપિયન કમિશનના અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન વચ્ચે થઈ હતી. આ સમજૂતીને ‘ટર્નબેરી એગ્રીમેન્ટ’ કહેવામાં આવે છે, જેનું નામ સ્કોટલેન્ડમાં ટ્રમ્પના ગોલ્ફ કોર્સના નામ પરથી રાખવામાં આવ્યું છે.

આ કરારનો હેતુ અમેરિકા અને EU વચ્ચે વધતા વ્યાપારી તણાવને ઘટાડવાનો હતો. આ ડીલ હેઠળ બંને પક્ષોએ પરસ્પર વેપારને સંતુલિત કરવા અને ટેરિફ વિવાદને ઘટાડવા પર સહમતિ દર્શાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *