દિલ્હી IPLમાં સતત ત્રણ હાર બાદ જીત્યું

દિલ્હી કેપિટલ્સને IPLની વર્તમાન સીઝનમાં સતત ત્રણ હાર બાદ જીત મળી છે. ટીમે શુક્રવારે રાજસ્થાન રોયલ્સને 7 વિકેટથી હરાવ્યું.

જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં દિલ્હીએ 226 રનનો ટાર્ગેટ 19.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. ટૉસ જીતીને બેટિંગ કરતા રાજસ્થાને 20 ઓવરમાં 6 વિકેટ પર 225 રન બનાવ્યા હતા.

દિલ્હી તરફથી ઓપનર્સે 110 રનની ભાગીદારી કરી હતી. આ ભાગીદારીએ રન ચેઝને સરળ બનાવી દીધો હતો.

રાહુલ અને નિસાંકાએ ફિફ્ટી ફટકારી

દિલ્હી તરફથી કેએલ રાહુલે 40 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગા સામેલ હતા. રાહુલના ઓપનિંગ પાર્ટનર પથુમ નિસાંકાએ 33 બોલમાં 6 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.

રિયાન સદી ચૂક્યા, જુરેલ-ફરેરા ફિફ્ટી ચૂક્યા

કેપ્ટન રિયાન પરાગે 90 રનની ઇનિંગ રમી હતી. 50 બોલની આ ઇનિંગમાં રિયાને 8 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. તેણે ધ્રુવ જુરેલ સાથે મળીને 100+ રનની ભાગીદારી નોંધાવી હતી. જુરેલે 42 રન બનાવ્યા હતા. અંતમાં ડોનેવાન ફરેરાએ 14 બોલમાં 6 છગ્ગાની મદદથી અણનમ 47 રન બનાવ્યા હતા. દિલ્હી તરફથી મિચેલ સ્ટાર્કે 3 વિકેટ ઝડપી હતી. કાઇલ જેમીસન, અક્ષર પટેલ અને ટી નટરાજનને એક-એક વિકેટ મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *