સોનાની ઊંચી કિંમતો છતાં જ્વેલરીનું વેચાણ 25-30 ટકા વધવા અંદાજ

તહેવારોની ચાલુ સીઝનમાં ઝવેરાતોનું વેચાણ 25-30% વધવાનું અનુમાન છે. તેમાં જેન ઝેડ અને મિલેનિયલ્સ એટલે કે 42 વર્ષ સુધીના યુવાઓની મોટી ભૂમિકા હશે. અત્યારના ટ્રેન્ડને જોતા જ્વેલરી બ્રાન્ડ ઑફલાઇનની સાથે ઑનલાઇન ચેનલ મારફતે પણ યુવાઓ સુધી પહોંચી રહી છે.

યુબીએસ, ડી-બીયર્સ, મેટા અને યુજીઓવીના અલગ અલગ સ્ટડી રિપોર્ટથી આ રૂઝાન સામે આવ્યું છે. ડી બીયર્સ ફોરેવરમાર્કના અમિત પ્રતિહારીએ કહ્યું કે, ઘરેણાંની માંગમાં તેજી જોવા મળી રહી છે. ખાસ કરીને યુવા પેઢી જ્વેલરી પર ખર્ચ કરવામાં અવ્વલ છે. માલાબાર ગ્રૂપના ચેરમેનેકહ્યું કે અમે અમારા તમામ સ્ટોર્સ પર સારી એવી ભીડ જોઇ રહ્યાં છીએ. ગ્રાહકો સોનાની વધતી કિંમતને લઇને સતર્ક છે. યુવાનોની વધતી રૂચિને ધ્યાનમાં રાખીને બ્રાન્ડ તેમની સુધી પહોંચવાનો પ્રયાસ કરી રહી છે.

40 ટકા પુરુષ ગ્રાહકો માટે ખાસ તૈયારી
મિયાની શ્યામલા રામાનને જણાવ્યું કે તેમના 40% ગ્રાહક પુરુષ છે. જેને ધ્યાનમાં રાખતા આ બ્રાન્ડે ક્રિકેટ વર્લ્ડકપની ટીવી પ્રેઝન્ટેટર સંજના ગણેશન અને મયંતી લેંગરને સ્ટાઇલિંગ પાર્ટનર બનાવ્યા છે. બ્લૂસ્ટોનના માર્કેટિંગ હેડ હર્ષના પસારીએ કહ્યું કે કંપની ગ્રાહકો સુધી પહોંચ બનાવવા માટે વીડિયો કન્ટેન્ટનો સહારો લઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *