રાજકોટમાં રાજકીય પક્ષોના નવા સંગઠન બાદની પ્રથમ ચૂંટણી

રાજકોટ શહેર ભાજપ અને કોંગ્રેસના નવા સંગઠનની જાહેરાત બાદ ગઈકાલે(26 એપ્રિલ) પ્રથમ ચૂંટણી માટેનું મતદાન પૂર્ણ થઇ ગયું છે, જેમાં સૌથી વધુ મતદાન કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 15માં નોંધાયું છે, જયારે આ વખતે ચૂંટણી જાહેર થયાના સમયથી મતદાન પૂર્ણ થયા સુધી થયેલી રાજકીય ગતિવિધિઓથી ઓછું મતદાન અને મતદારોમાં અંડર કરંટ નવા સમીકરણો ઉભા કર્યા છે.

આ વખતે ચૂંટણીમાં ભાજપની સીટો ઘટવાનો અને કોંગ્રેસની સીટો વધવાનો તેમજ આમ આદમી પાર્ટીની મનપામાં એન્ટ્રી થાય તેવો ઘાટ ઘડાયો છે જો કે રાજકીય સમીકરણો સર્જાયા બાદ પરિણામ શું આવશે તેના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.

સૌથી વધુ મતદાન કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 15માં નોંધાયું રાજકોટ શહેર ભાજપ પ્રમુખ તરીકે ડો. માધવ દવે અને શહેર કોંગ્રેસ પ્રમુખ ડો. રાજદિપસિંહ જાડેજાની નિમણુંક બાદ બંને પ્રમુખ દ્વારા તેમના નવા સંગઠન માળખાને તૈયાર કરવામાં આવ્યું હતું અને આ માળખું ચૂંટણીને ધ્યાનમાં રાખીને જ તૈયાર કરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવી રહ્યું છે. બન્ને પક્ષના પ્રમુખ બદલાયા બાદ રાજકોટ મનપાની પ્રથમ ચૂંટણીમાં ગઈકાલે 51% જેટલું મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન કોંગ્રેસના ગઢ સમાન વોર્ડ નંબર 15માં નોંધાયું છે. આ ઉપરાંત બીજા નંબર પર આમ આદમી પાર્ટીના મજબૂત ઉમેદવાર રાહુલ ભુવાના વિસ્તાર વોર્ડ નંબર 4માં 64.72% મતદાન નોંધાયું છે જયારે સૌથી ઓછું મતદાન વોર્ડ નંબર 1માં 43.12% નોંધાયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *