કોલકાતાએ IPL 2026ની પહેલી સુપર ઓવર જીતી

કોલકાતા નાઈટ રાઈડર્સે IPL 2026ની પહેલા સુપર ઓવર મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સને હરાવીને રોમાંચક જીત નોંધાવી. એકાના સ્ટેડિયમમાં પહેલા બેટિંગ કરતા કોલકાતાએ 20 ઓવરમાં 7 વિકેટે 155 રન બનાવ્યા. જવાબમાં લખનઉએ પણ 20 ઓવરમાં 8 વિકેટે 155 રન બનાવીને મેચ ટાઈ કરી દીધી.

છેલ્લા બોલ પર મોહમ્મદ શમીએ છગ્ગો ફટકારીને મેચને બરાબરી પર લાવી દીધી. સુપર ઓવરમાં કોલકાતા તરફથી સુનીલ નારાયણે શાનદાર બોલિંગ કરતા લખનઉને માત્ર 1 રન પર રોકી દીધું અને બે વિકેટ પણ ઝડપી. આના જવાબમાં કોલકાતા તરફથી રિંકુ સિંહે પહેલા જ બોલે ચોગ્ગો ફટકારીને જીત અપાવી દીધી.

આ મેચમાં રિંકુ સિંહે 51 બોલ પર 83 રનની ઇનિંગ રમી. તેણે ફિલ્ડિંગમાં પણ કમાલ કરી અને 5 કેચ પકડ્યા.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, આયુષ બદોની, મુકુલ ચૌધરી, જ્યોર્જ લિન્ડે, મોહમ્મદ શમી, પ્રિન્સ યાદવ, દિગ્વેશ સિંહ રાઠી અને મોહસીન ખાન.

ઇમ્પેક્ટ પ્લેયર્સ: હિંમત સિંહ.

કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ટિમ સેફર્ટ (વિકેટકીપર), કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી, રોવમેન પોવેલ, રિંકુ સિંહ, સુનીલ નારાયણ, રમણદીપ સિંહ, અનુકુલ રોય, વૈભવ અરોરા અને કાર્તિક ત્યાગી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *