પોપટપરામાંથી 3.56 લાખનો ગાંજો ઝડપાયો

રાજકોટના પોપટપરામાંથી પોલીસે સતત બીજા દિવસે ગાંજાનો જથ્થો ઝડપાયો છે. 3.56 લાખના ગાંજા સાથે મહિલાની ધરપકડ કરી છે. જ્યારે અન્ય બનાવમાં રિક્ષા ગેંગ ફરી ઝળકી હતી. વૃદ્ધના ખિસ્સામાંથી પૈસા સેરવી લીધા હતા. જ્યારે જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હૂમલો થયાની ઘટના બની છે.

પ્રદ્યુમનનગર પોલીસે સતત બીજા દિવસે પોપટપરામાંથી ગાંજો ઝડપી પાડ્યો રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસ ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે રેલનગર મેઇન રોડ પર ક્રિષ્ના પાર્કની સામે રહેતી એક મહીલાએ પોતાના રહેણાંક મકાનમાં માદક પદાર્થ ગાંજાનો જથ્થો રાખ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. પોલીસે મહિલાનું નામ પૂછતા તેને પોતાનું નામ વર્ષાબેન બાબુ ઉકેડીયા હોવાનું જણાવ્યું હતું.

તેને સાથે રાખી મકાનમાં તપાસ કરતાં ત્યાંથી 3.56 લાખનો 7.132 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી આવતાં મહિલાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, પકડાયેલ મહિલા પોતે સુરતથી ગાંજો લાવી રાજકોટમાં છૂટક વેંચાણ કરતી હોવાનું સામે આવતા પોલીસે સુરતના સપ્લાયરની શોધખોળ હાથ ધરી છે.

વૃદ્ધના ખિસ્સામાંથી 9800 સેરવી લીધા રાજકોટના કોઠારિયા સોલ્વન્ટમાં આવેલ શક્તિનગર સોસાયટીમાં રહેતાં નટવરલાલ જોષી (ઉ.વ.61)એ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ વિરાણી અઘાટમાં કામનાથ વે-બ્રીજ પાછળ ગિરનારી ટી સ્ટોલ નામની ચાની હોટેલ ચલાવી પરીવારનું ગુજરાન ચલાવે છે. ગઈકાલે સવારે 10 વાગ્યા આસપાસ ઘરેથી તેમની ચાની હોટેલ જવા માટે નીકળ્યા ત્યારે તેમનો ભત્રીજો રૂપિયા લેવા આવવાનો હોવાથી રોકડ 9800 સાથે લીધા હતા. આ રૂપિયા પેન્ટના ખિસ્સામાં રાખ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *