રાજકોટમાં ભાઈને મારી નાખવાની ધમકી આપી સગીરાને હવસનો શિકાર બનાવી’તી

રાજકોટમાં રહેતી સગીરાને હવસખોર શખ્સે સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી હવસનો શિકાર બનાવી હતી. બનાવ અંગે પોકસો અને એટ્રોસીટી એકટના ગુનામાં સંડોવાયેલા આરોપી સંજય કણજારીયા સામે કેસ ચાલી જતાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખ્ત સજા અને ભોગ બનનારને 7 લાખનું વળતર ચુકવવા આદેશ કર્યો છે.

પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો શહેરમાં રહેતી 17 વર્ષની સગીરાને આલાપ ગ્રીન સિટી પાસે આવેલ આવાસ યોજનાના કવાર્ટરમાં રહેતાં સંજય ધર્મેન્દ્રભાઈ કણજારીયા (ઉ.વ.32)એ સગીરા અનુસુચિત જાતિની હોવાનું જાણવા છતાં સગીરાના ભાઈને મારી નાખવાની ધમકી આપી સંજય કણજારીયાએ સગીરાને પોતાના ઘરે બોલાવી સગીરાની મરજી વિરૂધ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો. જે ઘટના અંગે સગીરાએ પોતાના પરિવારને આપવિતી જણાવતા સગીરાની માતાએ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમા સંજય કણજારીયા વિરૂદ્ધ પોકસો અને એટ્રોસિટી એકટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે પોલીસે આરોપીની ધરપકડ કરી જેલહવાલે કર્યો હતો.

ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ આ કેસમાં એસ.સી.એસ.ટી.સેલના મદદનીશ પોલીસ કમિશ્નર એસ.ડી.પટેલ દ્વારા કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવ્યું હતું. ચાર્જશીટ બાદ કેસ સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલવા ઉપર આવતાં ફરિયાદ પક્ષે કુલ 18 સાહેદો તપાસીને 16 દસ્તાવેજી પુરાવાઓ રજુ કરવામાં આવ્યા હતા. ઉપરાંત સરકારી વકીલ પ્રશાંત પટેલે આ કેસના સાહેદો અને પંચોના પુરાવાઓની કડીઓ મેળવી કેસમાં દલીલ કરી હતી કે, ભોગ બનનારની જુબાની મુજબ આરોપીએ ભોગ બનનાર અનુસુચિત જાતિના હોવાનું જાણવા છતા ભોગ બનનારના ભાઈને મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *