રાજકોટ જિલ્લામાં 2255 બૂથમાં 19.42 લાખ મતદારો, 1009 મથક સંવેદનશીલ

રાજકોટ જિલ્લામાં મહાનગરપાલિકા, તાલુકા-જિલ્લા પંચાયત અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના જંગ માટે વહીવટી તંત્ર સજ્જ છે. કલેક્ટર ડૉ. ઓમ પ્રકાશે ચૂંટણીલક્ષી આંકડાકીય વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે, સમગ્ર જિલ્લામાં કુલ 19,42,527 મતદારો નોંધાયા છે. રાજકોટ જિલ્લામાં 2255 મતદાન મથકોમાં 814 સંવેદનશીલ તો 195 અતિ સંવેદનશીલ મતદાન મથકો છે. બોગસ વોટિંગ ન થાય તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે.

ઉનાળાની ગરમીને જોતા તમામ મતદાન મથકો પર છાંયડો, પીવાનું પાણી અને ORS કીટની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. જિલ્લાના તમામ EVM મતદાન માટે તૈયાર છે. 26મીએ મતદાન મથકો પરથી EVM સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવશે. આ ઉપરાંત વહીવટી તંત્ર દ્વારા સ્કેનર જાહેર કરવામાં આવ્યું છે, જે સ્કેન કરતા મતદાર પોતાની તમામ વિગતો જોઈ શકશે.

ગોંડલ નગરપાલિકામાં 44માંથી માત્ર 24 બેઠકો પર જ મતદાન યોજાશે. 26 એપ્રિલ (રવિવાર)ના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમામ EVM સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *