મલ્હાર ઠાકરની ફિલ્મ ‘ધરપકડ’નું દમદાર ટીઝર રિલીઝ

આજના આધુનિક યુગમાં વધતા જતા સાયબર ક્રાઈમ અને ખાસ કરીને ‘ડિજિટલ અરેસ્ટ’ જેવી ખતરનાક છેતરપિંડી પર આધારિત આગામી ગુજરાતી ફિલ્મ ‘ધરપકડ’નું સત્તાવાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. 1 મિનિટ અને 5 સેકન્ડનું આ ટીઝર ડિજિટલ દુનિયાના અંધકારમય પાસાઓને ઉજાગર કરે છે, જે દર્શકોમાં ભારે રોમાંચ અને જિજ્ઞાસા જગાડી રહ્યું છે.

ટીઝરની ઝલક

ટીઝરની શરૂઆત એક મધ્યમવર્ગીય પરિવારની સંઘર્ષમય સ્થિતિ અને લાચારીથી થાય છે. મલ્હાર ઠાકરનો એક ભાવુક ડાયલોગ છે- “આખી જિંદગીની નોકરીમાં તમે એટલું જ કમાયા કે એક માણસનો જીવ ના બચાઈ શક્યા,” સ્ટોરીની ગંભીરતા સ્પષ્ટ કરે છે. જ્યારે બેંક એકાઉન્ટમાં ‘ઇનસફિશિયન્ટ બેલેન્સ’ દેખાય છે અને પૂછવામાં આવે છે કે, “પૈસા નથી તો ગયા ક્યાં પપ્પા?” ત્યારે આ વાર્તા એક ચોંકાવનારા વળાંક પર આવીને ઊભી રહે છે.

અનિશ શાહ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે સ્કેમર્સ અદ્રશ્ય રહીને સામાન્ય માણસનો વિશ્વાસ જીતી લે છે અને તેમને ભયના ઓથાર હેઠળ લાવી દે છે. ટીઝરના અંતમાં આવતો અજાણ્યો ફોન કોલ—”આપકે બેટે કો હમને અરેસ્ટ કિયા હૈ”—દર્શકોના રુંવાડા ઊભા કરી દે છે અને ફિલ્મની સસ્પેન્સ વેલ્યુમાં વધારો કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *