પોપટપરામાં વિધવાના ઘરમાંથી 7.13 કિલો ગાંજો ઝડપાયો

શહેરના પોપટપરા વિસ્તારમાં પ્ર.નગર પોલીસ સ્ટેશનની ટીમે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી એક મહિલાના ઘરમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કુલ 7.132 કિલોગ્રામ ગાંજો કબજે કરી મહિલાની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, પોપટપરા રેલનગર મેઇન રોડ પર આવેલા ખોડિયાર કૃપા મકાનમાં રહેતી વર્ષાબેન બાબુભાઈ ઉકેડિયા ગેરકાયદેસર રીતે ગાંજો રાખે છે તેવી બાતમી મળતા પોલીસ ઈન્સ્પેક્ટર એમ.ડી. મકવાણા અને ટીમે સરકારી પંચોની હાજરીમાં સાંજે રેડ હાથ ધરી હતી.

દરોડા દરમિયાન પોલીસએ મહિલાના મકાનની તપાસ કરતા એક પ્લાસ્ટિકના બોક્સમાંથી ગાંજાનો જથ્થો શોધી કાઢ્યો હતો. સ્થળ પર બોલાવવામાં આવેલા FSL અધિકારીએ પ્રાથમિક પરીક્ષણ કરતા પદાર્થ ગાંજો હોવાનું સ્પષ્ટ થયું હતું. ત્યારબાદ વજન કરાવતા કુલ જથ્થો 7.132 કિલોગ્રામ નીકળ્યો હતો, જેની અંદાજિત કિંમત રૂપિયા 3.56 લાખ ગણવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *