અમેરિકામાં 8 બાળકો સહિત 10 લોકોના મોત

અમેરિકાના લ્યુઇસિયાના રાજ્યના શ્રેવેપોર્ટમાં રવિવારે સવારે 6 વાગ્યે એક વ્યક્તિએ 8 બાળકો સહિત 10 લોકોની હત્યા કરી દીધી. મૃત બાળકોની ઉંમર 1 થી 14 વર્ષની વચ્ચે હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મામલો ઘરેલું વિવાદ સાથે સંકળાયેલો હતો.

શ્રેવેપોર્ટ પોલીસ પ્રમુખ વેન સ્મિથે કહ્યું કે તેમણે આવો મામલો પહેલા ક્યારેય જોયો નથી. ગોળીબાર વેસ્ટ 79મી સ્ટ્રીટના 300 બ્લોકમાં થયો હતો. આરોપી ઘટના બાદ ફરાર થઈ ગયો અને એક કાર લૂંટીને ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ પોલીસે પીછો કરીને તેને ઠાર માર્યો.

પોલીસના જણાવ્યા અનુસાર, આ મામલો ઘરેલું વિવાદ સાથે જોડાયેલો હતો. જોકે હજુ સુધી ગોળીબારનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ પ્રાથમિક તપાસ અહેવાલો મુજબ ગોળી ચલાવનાર વ્યક્તિ મૃતકોના પરિવાર સાથે જ જોડાયેલી હતી.

પોલીસે લોકોને અપીલ કરી છે કે ઘટના સાથે જોડાયેલા ફોટા, વીડિયો કે અન્ય માહિતી શેર કરે. શહેરના મેયર ટોમ આર્સેનોએ આ ઘટનાને અત્યંત દુખદ ગણાવતા કહ્યું કે, આ શહેરની સૌથી મોટી દુર્ઘટનાઓમાંથી એક છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *