ધોરાજીમાં ભાજપનો ડોર-ટુ-ડોર લોકસંપર્ક

ધોરાજી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે ધોરાજી શહેર ભાજપ દ્વારા ડોર-ટુ-ડોર લોકસંપર્ક અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અભિયાન સુપેડી જિલ્લા પંચાયત બેઠક હેઠળ આવતી વેગડી તાલુકા પંચાયત બેઠકના ભૂતવડ, ઉપરકોટ અને વેગડી ગામોમાં ચલાવવામાં આવ્યું હતું.

આ લોકસંપર્ક દરમિયાન સુપેડી જિલ્લા પંચાયતના ઉમેદવાર પારુલબેન કણસાગરા અને વેગડી તાલુકા પંચાયત બેઠકના ઉમેદવાર સવજીભાઈ ભાણાભાઈ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે રાજકોટ જિલ્લા ભાજપના હોદ્દેદારો, સંગઠનના હોદ્દેદારો, સરપંચો, વિવિધ મોરચાના હોદ્દેદારો, નગરપાલિકાના સદસ્યો તેમજ તમામ શ્રેણીના કાર્યકરો જોડાયા હતા.

કાર્યકરો અને હોદ્દેદારોએ ઘરે ઘરે જઈને ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોને જંગી બહુમતીથી વિજયી બનાવવા માટે મતદારોને અપીલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *