અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. બ્લૂમબર્ગ બિલિયોનેર ઇન્ડેક્સ અનુસાર, તેમની નેટવર્થ 92.6 અબજ ડોલર (એટલે કે લગભગ 8.59 લાખ કરોડ રૂપિયા) થઈ ગઈ છે.
અત્યાર સુધી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમની નેટવર્થ 90.8 અબજ ડોલર (એટલે કે લગભગ 8.42 લાખ કરોડ રૂપિયા) છે. સાથે જ તેઓ વિશ્વના 19મા નંબરના ધનિક બની ગયા છે. ઇલોન મસ્ક આ યાદીમાં ટોચ પર છે. મુકેશ અંબાણી 20મા નંબર પર પહોંચી ગયા છે.
શેરબજારના છેલ્લા કારોબારી સત્રમાં જ્યાં સેન્સેક્સમાં 123 પોઈન્ટનો ઘટાડો રહ્યો, ત્યાં અદાણી ગ્રુપના શેર વધ્યા. માત્ર એક દિવસમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 3.56 અબજ ડોલરનો વધારો થયો.
આ જ ઉછાળે તેમને મુકેશ અંબાણીથી આગળ નીકળવામાં મદદ કરી. જોકે, અંબાણીની સંપત્તિમાં પણ 7.67 કરોડ ડોલરનો વધારો થયો, પરંતુ તે અદાણીની ગતિ સામે ઓછો રહ્યો.