તાજેતરમાં રિલીઝ થયેલા ગીત ‘સાડી ફરમાઇશ’ને લઈને એક્ટ્રેસ આકાંક્ષા પુરી અને એક્ટર અશ્મિત પટેલ ચર્ચામાં છે. આ ગીતમાં બંનેની ફ્રેશ અને હોટ કેમેસ્ટ્રી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે. ગીતના વિઝ્યુઅલ્સ અને મ્યુઝિકે મળીને એક અલગ જ માહોલ બનાવી દીધો છે. દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીતમાં આકાંક્ષા પુરીએ ગીતના અનુભવ, અશ્મિત સાથેની પોતાની ટ્યુનિંગ અને શૂટિંગના કિસ્સા શેર કર્યા. આ દરમિયાન તેણે ખેસારી લાલ યાદવ સાથેની પોતાની હિટ જોડી અને કેમેસ્ટ્રી પર પણ ખૂલીને વાત કરી છે.
આ ગીત એવું છે જેને દરેક મૂડમાં સાંભળી શકાય છે. તમે ગમે ત્યાં હોવ, ગમે તે વાતાવરણમાં હોવ, આ ગીત બંધ બેસે છે. તેને સાંભળતા જ વાઇબ બની જાય છે.
પ્રોડ્યુસરની માંગ હતી કે લીડ એક્ટર્સ ફિટ અને સારા દેખાવવાળા હોય. હું પહેલાથી જ લોક થઈ ગઈ હતી, પરંતુ મારા કો-એક્ટરનું નામ જણાવવામાં આવ્યું ન હતું. જ્યારે ખબર પડી કે અશ્મિત પટેલ છે, ત્યારે મને ખાતરી થઈ ગઈ કે ગીત શાનદાર બનશે.