લીંબડી સપ્લાયર દારૂનો જથ્થો આપી ગયા બાદ પોતાની કારમાં રાજકોટ લાવ્યો

રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ બરાબર જામી ચૂક્યો છે ત્યારે જ દારૂની રેલમછેલ કરવા માટે બૂટલેગરો પણ મેદાને ઉતરી ગયા હોય તેમ લાગી રહ્યું છે. જોકે, પોલીસ પણ સતર્ક બની બુટલેગરો પર ચાંપતી નજર રાખી રહી છે. આ વખતે રાજકોટ શહેર PCB ટીમ દ્વારા ઘંટેશ્વર ખાતે કાર્યરત SRP ગ્રુપ 13નો કોન્સ્ટેબલને દારૂના જથ્થા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

રાજકોટ શહેર PCB ટીમ દ્વારા ચોક્કસ બાતમીના આધારે વોચ ગોઠવી કૂવાડવા રોડ પર સિલ્વર કલરની સ્વીફ્ટ કાર નં.જીજે.19.એએ.2948 પસાર થતા તેને અટકાવી તપાસ કરતા કારની ડેકીમાં પ્લાસ્ટિકના કોથળા તેમજ પુઠાના બોક્સમાં ઈંગ્લીશ દારૂની 384 બોટલ મળી આવી હતી. આ પછી કારના ચાલક ભાલુભા રાજાભા બળદા (ઉ.વ.36)ની પૂછપરછ કરતાં તે ઘંટેશ્વર ખાતે SRP ગ્રુપ-13માં કોન્સ્ટેબલ તરીફે ફરજ બજાવતો હોવાનું જણાવતાં પોલીસ પણ ચોંકી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *