સિયાચીનમાં દેશના પ્રથમ અગ્નિવીર શહીદ થયા

સિયાચીનમાં તહેનાત ભારતીય સેનાના જવાન અક્ષય લક્ષ્મણે એક ઓપરેશન દરમિયાન જીવ ગુમાવ્યો છે. તેઓ શહીદ થનાર દેશના પ્રથમ અગ્નિવીર છે. લક્ષ્મણ ભારતીય સેનાના ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સના ભાગ હતા.

સોશિયલ મીડિયા પર અગ્નિવીરને શ્રદ્ધાંજલિ આપતા ફાયર એન્ડ ફ્યુરી કોર્પ્સે લખ્યું, “સિયાચીનની સખત ઊંચાઈઓ પર ડ્યુટી પર હતા ત્યારે અગ્નિવીર (ઓપરેટર) ગાવતે અક્ષય લક્ષ્મણના સર્વોચ્ચ બલિદાનને સેના સલામ કરે છે.

કારાકોરમ રેન્જમાં લગભગ 20 હજાર ફૂટની ઉંચાઈ પર સ્થિત સિયાચીન ગ્લેશિયરને વિશ્વનું સૌથી ઉંચુ સૈન્ય મથક માનવામાં આવે છે જ્યાં સૈનિકોને તીવ્ર ઠંડા પવનો સામે સંઘર્ષ કરવો પડે છે. જો કે લક્ષ્મણે કયા કારણોસર જીવ ગુમાવ્યો તે જાણી શકાયું નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *