14 દિવસમાં 1100થી વધુની અટકાયત, 1068ને વોરંટ અને 6 ગુનેગારને પાસા

ગુજરાતમાં આગામી સમયમાં યોજાવા જઈ રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને રાજકોટ શહેર પોલીસ અને વહીવટી તંત્ર સંપૂર્ણ હરકતમાં આવી ગયું છે. ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તથા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે 1લી એપ્રિલથી અત્યાર સુધીમાં શહેરભરમાં સઘન ચેકિંગ અને ગુનેગારો સામે કડક કાર્યવાહીનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.

ચૂંટણીમાં ભયનું વાતાવરણ ન સર્જાય તે માટે પોલીસે ગુનાહિત ઈતિહાસ ધરાવતા શખ્સો સામે લાલ આંખ કરી છે. 14 દિવસમાં પોલીસે જાહેરમાં સુલેહ-શાંતિનો ભંગ કરનારા અને અગાઉ ગુનાઓમાં સંડોવાયેલા 1100થી વધુ માથાભારે તત્ત્વોની અટકાયત કરવામાં આવી છે. આ ઉપરાંત, પોલીસ માટે માથાના દુખાવા સમાન પેરોલ જમ્પ કરી નાસતા ફરતા 18 શખ્સ અને અન્ય 523 ફરાર આરોપીને ઝડપી લેવા અલગ-અલગ ટીમો દોડાવવામાં આવી છે. કોર્ટ દ્વારા ઈસ્યૂ કરાયેલા બિન-જામીનપાત્ર વોરંટની બજવણી માટે પણ પોલીસે કમર કસી છે અને 1068 શખ્સને વોરંટ બજાવવા માટે પોલીસ ગામેગામ ફરી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *