અમેરિકાએ કહ્યું- હોર્મુઝની નાકાબંધી માટે 10,000 સૈનિકો તૈનાત

અમેરિકી સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે હોર્મુઝ સ્ટ્રેટની નાકાબંધી માટે તેણે 10,000થી વધુ સૈનિકો અને અંદાજે 12 નેવલ શિપ તૈનાત કર્યા છે.

અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા અનુસાર, નાકાબંધીના પ્રથમ 24 કલાકમાં કોઈ પણ જહાજ આ રસ્તો પસાર કરી શક્યું નથી. જે જહાજો આગળ વધી રહ્યા હતા, તેઓ અમેરિકી સેનાના આદેશ પર પાછા ફરી ગયા હતા.

આ કાર્યવાહી એ તમામ જહાજો પર લાગુ છે જે ઈરાનના બંદરો પર જઈ રહ્યા છે અથવા ત્યાંથી નીકળી રહ્યા છે, પછી ભલે તે ગમે તે દેશના હોય. અમેરિકાએ જણાવ્યું કે નાકાબંધીને કારણે 6 વેપારી જહાજો રસ્તામાંથી જ પાછા ફરી ગયા હતા.

જોકે, કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે મંગળવારે ઈરાન સાથે જોડાયેલા 4 જહાજો આ રસ્તેથી પસાર થવામાં સફળ રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *