સાઉથ સ્ટાર થલાપતિ વિજયની ફિલ્મ ‘જન નાયન’ ઇન્ટરનેટ પર લીક થવાના મામલે તમિલનાડુ સાયબર ક્રાઈમ વિંગે 6 શખ્સોની ધરપકડ કરી છે. આ લોકો પર ફિલ્મની ક્લિપ્સ અને મૂવીને ઓનલાઈન લીક કરવાનો આરોપ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ લોકોએ ક્લાઉડ સ્ટોરેજ અને શેર્ડ ડ્રાઇવ લિંક્સ દ્વારા ફિલ્મને સોશિયલ મીડિયા પર ફેલાવી હતી.
સાયબર ક્રાઈમ વિંગે ફિલ્મની પાઈરસી રોકવા માટે ખાસ ટીમો બનાવી હતી. આ ટીમોએ અત્યાર સુધી ઈન્ટરનેટ પરથી 300થી વધુ ગેરકાયદેસર લિંક્સ શોધીને તેને હટાવી દીધી છે. પોલીસ ધરપકડ કરાયેલા શખ્સોના ફોન અને અન્ય ડિજિટલ પુરાવાની તપાસ કરી રહી છે. પોલીસ હજુ પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ, વેબસાઈટ્સ અને ફાઈલ-શેરિંગ એપ્સ પર નજર રાખી રહી છે, જેથી ફિલ્મને વધુ લીક થતી અટકાવી શકાય.
આરોપીઓએ ક્લાઉડ સ્ટોરેજનો ઉપયોગ કર્યો ‘ઇન્ડિયા ટુડે’ના રિપોર્ટ અનુસાર, પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS), આઇટી એક્ટ, કોપીરાઇટ એક્ટ અને સિનેમેટોગ્રાફ એક્ટની વિવિધ કલમો હેઠળ કેસ દાખલ કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે, આરોપીઓએ ફિલ્મને શેર કરવા માટે ક્લાઉડ સ્ટોરેજ ડિજિટલ ટેકનોલોજીનો સહારો લીધો હતો, જેથી તેઓ પકડાઈ ન શકે. હાલમાં તમામ 6 આરોપીઓને ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યા છે.