રોકાણના રૂ.92 હજાર ડૂબતાં મિત્રનો પરિવાર સાથે ઘરે ધસી જઈ હંગામો

રાજકોટના મવડી વિસ્તારમાં વિઝન હાઈટ એપાર્ટમેન્ટમાં રહેતા ચેતનભાઈ વલ્લભભાઈ વાછાણી(ઉં.વ.39)એ તાલુકા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, તેઓ છેલ્લા ચાર વર્ષથી ઓનલાઈન એજ્યુકેશન એડવાઈઝર તરીકે કાર્યરત છે. જુલાઈ 2025 દરમિયાન ‘પ્રોગ્રેસ એલાયન્સ’ની મિટિંગમાં તેમની મુલાકાત વિજય ગઢિયા, સાગર પાનસુરિયા, સંજય કરથિયા અને ભાવેશ સેલડિયા સાથે થઈ હતી. આ દરમિયાન ચેતનભાઈએ સુરતની ‘ઓમ કોમ્યુનિટી’ નામની સોફ્ટવેર કંપનીમાં પોતે રોકાણ કર્યાનું જણાવતાં વિજય ગઢિયાએ પણ તેમાં રૂ.92 હજારનું રોકાણ કર્યું હતું.

જોકે જાન્યુઆરી 2026માં કંપની અચાનક બંધ થઈ જતા રોકાણકારોના પૈસા અટવાઈ ગયા હતા અને સુરતમાં આ અંગે પોલીસ ફરિયાદ પણ નોંધાઈ હતી. કંપની બંધ થતાં વિજય ગઢિયાએ ચેતનભાઈ પાસે પોતાના પૈસાની ઉઘરાણી શરૂ કરી હતી. ગત 9 માર્ચની રાત્રે વિજય ગઢિયા, સાગર પાનસુરિયા, સંજય કરથિયા અને ભાવેશ સેલડિયા પોતાના પત્ની અને બાળકો સાથે ચેતનભાઈના ઘરે ધસી આવ્યા હતા. અહીં તેમણે ઉગ્ર બોલાચાલી કરી ગાળો આપી હંગામો મચાવ્યો હતો. બનાવ દરમિયાન આરોપી ભાવેશે ‘તને જોઈ લઈશ’ કહી ધમકી આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *