4 દિવસમાં કુલ 90 ઉમેદવારી ફોર્મ ભરાયા, અમરનાથ યાત્રિકો મેડિકલ સર્ટી માટે સિવિલમાં રઝળ્યા

રાજકોટ મહાનગરપાલિકા તેમજ તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી પ્રક્રિયા વેગ પકડી રહી છે. જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઉમેદવારી ફોર્મ વિતરણની પ્રક્રિયા શરૂ કરવામાં આવ્યા બાદ છેલ્લા 4 દિવસમાં વિવિધ બેઠકો માટે કુલ 90 ફોર્મ ભરાઈને પરત આવ્યા હતા. જેમાં 8 એપ્રિલના રોજ 13 ફોર્મ અને 9 એપ્રિલના રોજ 77 ફોર્મ ભરાયા હતા. 6 એપ્રિલથી ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થયા બાદ પ્રથમ બે દિવસમાં કોઈ ફોર્મ જમા થયા નહોતા. પરંતુ છેલ્લા બે દિવસમાં ઉમેદવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે.

જિલ્લાની 11 તાલુકા પંચાયતની 202 બેઠક માટે સૌથી વધુ ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 11 અને 9 એપ્રિલે 59 મળીને કુલ 70 ઉમેદવારી પત્ર રજૂ કરવામાં આવ્યા હતા. જિલ્લા પંચાયતની 36 બેઠક માટે અત્યાર સુધીમાં કુલ 9 ફોર્મ ભરાયા હતા. જેમાં 8 એપ્રિલે 2 અને 9 એપ્રિલે 7 ફોર્મનો સમાવેશ થાય છે. મહાનગરપાલિકાના 18 વોર્ડની ચૂંટણી માટે છેલ્લા બે દિવસમાં 11 ફોર્મ ભરાયા હતા. જેમાં તમામ ફોર્મ 9 એપ્રિલના રોજ જ પ્રાપ્ત થયા હતા. જોકે, ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે હજુ સુધી એક પણ ઉમેદવારી ફોર્મ ભરાઈને પરત આવ્યું નથી. આમ, જિલ્લામાં ચૂંટણીનો માહોલ જામી રહ્યો છે.

આદર્શ આચારસંહિતાનો કડક અમલ રાજકોટ જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આદર્શ આચારસંહિતાનો અત્યંત કડકાઈથી અમલ કરવામાં આવી રહ્યો છે. ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં સંપન્ન થાય તે હેતુથી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલી રાજકીય પ્રચારાત્મક સામગ્રીને હટાવવાની કામગીરી વેગવંતી બની છે. અત્યાર સુધીમાં સમગ્ર જિલ્લામાં કુલ 3,211 જેટલી પ્રચારાત્મક સામગ્રી દૂર કરવામાં આવી છે. જેમાં જાહેર અને ખાનગી મિલકતોનો સમાવેશ થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *