IPLમાં લખનઉની સતત બીજી જીત, કોલકાતાએ જીતેલી બાજી હારી

લખનઉ સુપર જાયન્ટ્સે IPL-2026માં સતત બીજી જીત મેળવી છે. ટીમે ગુરૂવારે કોલકાતા નાઈટ રાઈડર્સને 3 વિકેટે હરાવ્યું. ટીમને છેલ્લી 18 બોલમાં 43 રનની જરૂર હતી અને 7 વિકેટ પડી ગઈ હતી. આવી સ્થિતિમાં મુકુલ ચૌધરીએ 27 બોલમાં અણનમ 54 રનની ઈનિંગ રમીને ટીમને હારેલી મેચ જીતાડી દીધી હતી.

ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં લખનઉએ ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. કોલકાતાએ 20 ઓવરમાં 4 વિકેટે 181 રન બનાવ્યા હતા. 182 રનનો ટાર્ગેટ લખનઉએ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને ચેઝ કરી લીધો હતો. મુકુલ ચૌધરીએ છગ્ગો ફટકારીને સ્કોર લેવલ કરાવ્યો હતો. ત્યારબાદ બાયના એક રનથી ટીમને જીત અપાવી હતી. અહીં વિકેટકીપર અંગક્રિશ રઘુવંશીનો થ્રો સ્ટમ્પ પર લાગ્યો ન હતો.

બન્ને ટીમની પ્લેઇંગ-11

કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), ફિન એલન, કેમરૂન ગ્રીન, અંગક્રિશ રઘુવંશી (વિકેટકીપર), રિંકુ સિંહ, રમણદીપ સિંહ, સુનીલ નારાયણ, અનુકુલ રોય, નવદીપ સૈની, કાર્તિક ત્યાગી.

ઈમ્પેક્ટ પ્લેયર- વૈભવ અરોરા.

લખનઉ સુપર જાયન્ટ્સ (LSG): એડન માર્કરમ, મિચેલ માર્શ, રિષભ પંત (કેપ્ટન અને વિકેટકીપર), નિકોલસ પૂરન, અબ્દુલ સમદ, મુકુલ ચૌધરી, એમ સિદ્ધાર્થ, આવેશ ખાન, દિગ્વેશ રાઠી, પ્રિન્સ યાદવ અને મોહમ્મદ શમી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *