ઈરાનનો સાઉદી ઓઈલ પાઈપલાઈન પર મિસાઈલ એટેક

ઈરાને બુધવારે સાઉદી અરેબિયાની મહત્વની ઈસ્ટ-વેસ્ટ ઓઈલ પાઈપલાઈન પર ડ્રોન અને મિસાઈલથી હુમલો કર્યો હતો. આ પાઈપલાઈન હોર્મુઝ સ્ટ્રેટને બાયપાસ કરવા માટે બનાવવામાં આવી હતી.

આ પાઈપલાઈન સાઉદી અરેબિયા માટે અત્યંત મહત્વની છે, કારણ કે તેના દ્વારા દેશના પૂર્વીય ભાગમાંથી દરરોજ લગભગ 70 લાખ બેરલ તેલ યાનબુ પોર્ટ સુધી પહોંચાડવામાં આવે છે. આ હુમલાની સાથે જ દેશની અન્ય ઓઈલ ફેસિલિટીઝ પણ પ્રભાવિત થઈ છે.

બીજી તરફ, લેબનોનમાં ઈઝરાયલના હુમલામાં 254 લોકોના મોત થયા છે અને 800થી વધુ લોકો ઘાયલ થયા છે. આ હુમલાઓ અંગે ઈઝરાયલે કહ્યું છે કે આ તેનો અત્યાર સુધીનો સૌથી મોટો જોઈન્ટ એટેક હતો.

તેમજ ઈરાને ચેતવણી આપી છે કે જો ઈઝરાયલ આ જ રીતે લેબનોન પર હુમલા ચાલુ રાખશે, તો તે સીઝફાયર તોડી શકે છે, જેનાથી સમગ્ર વિસ્તારમાં તણાવ વધુ વધી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *