રાજકોટના મેટોડા GIDC વિસ્તારમાં આખલાઓ પર એસિડ છાંટીને ક્રૂરતા દાખવવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ઘટનામાં 8થી 10 જેટલા આખલાઓના પીઠ અને પગના ભાગે ગંભીર દાઝી ગયા છે.
ફરિયાદ મુજબ, મેટોડા GIDCમાં રહેતા અને નેક્સટેક ઈન્ડસ્ટ્રીઝમાં CNC ઓપરેટર તરીકે કામ કરતા રવીભાઈ મોરીએ જણાવ્યું કે, તેઓ સોનલ સેના સાથે જોડાઈ પશુઓના રક્ષણ માટે કામગીરી કરે છે. આશરે દસ દિવસ પહેલાં ડાયમંડ પાર્ક સોસાયટી પાસે શેરીમાં કેટલાક આખલાઓ ગંભીર રીતે દાઝેલા હાલતમાં જોવા મળ્યા હતા. નજીકથી તપાસ કરતાં તેમના શરીર પર એસિડ છાંટવામાં આવ્યું હોવાની શંકા ઊભી થઈ હતી.
આ અંગે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે, શ્રીનાથજી પાર્ક સોસાયટીમાં રહેતી દીપાબેન દિલીપભાઈ રાઠોડ અને શોભનાબેન નિર્મળભાઈ ઉદેશાએ આ કૃત્ય કર્યાનું સામે આવ્યું છે.