ટ્રમ્પના ચુકાદાથી મૂળ ગુજરાતી જજ અમિત મહેતા ચર્ચામાં

અમેરિકાના રાજકારણ અને ન્યાયિક પ્રણાલી વચ્ચે ચાલી રહેલા મહત્વપૂર્ણ કાનૂની વિવાદમાં ભારતીય મૂળના ન્યાયાધીશ અમિત મહેતાનું નામ મુખ્ય રીતે ઉભરી આવ્યું છે. અમિત મહેતા મૂળ ગુજરાતના પાટણના વતની છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મોટો ફટકો આપતા વોશિંગ્ટનમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટના એક ન્યાયાધીશે ચુકાદો આપ્યો છે કે 6 જાન્યુઆરી, 2021ના ​​રોજ કેપિટલ હિંસા પહેલાં આપેલું તેમનું ભાષણ રાષ્ટ્રપતિની સત્તાવાર ફરજોના દાયરામાં આવતું નથી અને તેથી તેમને રાષ્ટ્રપતિના સંરક્ષણનો લાભ મળી શકે નહીં.

આ ચુકાદો અમેરિકાના કેપિટલ પર 2021ના ​​હુમલા તરીકે ઓળખાતી ઐતિહાસિક ઘટના સાથે સંબંધિત છે, જેણે અમેરિકન લોકશાહી પર ઊંડી અસર કરી હતી.

ટ્રમ્પનું ભાષણ પોલિટિકલ હતું- જજ મહેતા

ન્યાયાધીશ મહેતાએ તેમના આદેશમાં સ્પષ્ટતા કરી હતી કે ટ્રમ્પનું ભાષણ પોલિટિકલ હતું, સત્તાવાર નહોતું અને જ્યોર્જિયાના સ્ટેટ સેક્રેટરી બ્રેડ રેફેન્સપરગરને ટ્રમ્પે ફોન કરીને ઉમેદવાર તરીકે ચૂંટણી પરિણામો બદલવાની અપીલ કરી હતી. એ રાષ્ટ્રપતિની સત્તાવાર ફરજોનો ભાગ નહોતો.

કોલંબિયા ડિસ્ટ્રિક્ટ કોર્ટના ફેડરલ જજ મહેતાએ ટ્રમ્પના 2022 માં યુએસ કેપિટલ પર 6 જાન્યુઆરીના રોજ થયેલા હુમલા માટે તેમને જવાબદાર ઠેરવવાના ત્રણ મુકદ્દમાઓને ફગાવી દેવાના પ્રયાસને ફગાવી દીધો હતો. ગયા વર્ષે 2025ના ઓગસ્ટમાં મહેતાએ બીજો એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપ્યો હતો કે ગૂગલે ઓનલાઈન સર્ચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા માટે એન્ટિ-ટ્રસ્ટ કાયદાઓનું ઉલ્લંઘન કર્યું છે.

મૂળ પાટણના વતની છે જજ અમિત મહેતા

1971માં ગુજરાતના પાટણમાં જન્મેલા મહેતાને 2014માં તત્કાલીન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કોલંબિયા ડિસ્ટ્રિક્ટ માટે યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જજ તરીકે નિયુક્ત કર્યા હતા.

મહેતા એક વર્ષની ઉંમરે માતા-પિતા સાથે અમેરિકા ગયા હતા અને 1993માં જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ અને ઇકોનોમિક્સમાં બી.એ. અને 1997માં યુનિવર્સિટી ઓફ વર્જિનિયા સ્કૂલ ઓફ લોમાંથી જે.ડી.ની ડિગ્રી મેળવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *