કોઠારીયામાં મસમોટા ખાડા, પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા

રાજકોટનો વોર્ડ નંબર 18 કે જ્યાં આજથી 10 વર્ષ પહેલા ભળેલા કોઠારીયા ગામનો સમાવેશ થાય છે. આ વોર્ડનો મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા કોઠારીયા ચોકડીના નાળામાં મસમોટા ખાડાને લીધે ગંભીર અકસ્માતો સર્જાય છે અને ચોમાસામાં વરસાદી પાણી ભરાતા અહીંથી નીકળવું મુશ્કેલ બની જાય છે. 63,000થી વધુ મતદારો ધરાવતા આ વોર્ડમાં ખરાબ રસ્તાઓ, ટ્રાફિક અને સૂચિત મકાનોના પ્રશ્નો છે. અહીંનું કોઠારીયા રેલવે સ્ટેશન ખખડધજ હાલતમાં છે.

વિકાસની વાત કરતાં જ સ્થાનિકોએ પિતો ગુમાવ્યો છે અને તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સ્થાનિક ચંદ્રેશ દેવમુરારિએ કહ્યું, રસ્તો જ બન્યો નથી અને પીવાનું પાણી અને ડ્રેનેજની સમસ્યા છે. જ્યારે સ્થાનિક હિરેન નવઘણવદરાએ જણાવ્યું કે, ભાજપના એક પણ કોર્પોરેટર પાંચ વર્ષમાં અહીં આવ્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *