ઈરાનના પહાડોમાં છુપાયો હતો અમેરિકન પાઈલટ

અમેરિકાના એક F-15 ફાઇટર જેટને ઇરાન ઉપર તોડી પાડવામાં આવ્યા બાદ તેના બંને ક્રૂ મેમ્બર્સને અમેરિકી સ્પેશિયલ ફોર્સે બચાવી લીધા છે.

શનિવારે સ્પેશિયલ કમાન્ડો યુનિટ દ્વારા ડઝનબંધ ફાઈટર પ્લેન સાથે ઇરાનમાં ઓપરેશન ચલાવવામાં આવ્યું. અમેરિકાના ફાઈટર પ્લેનોએ ઇરાની ફોર્સને તે વિસ્તાર સુધી પહોંચતા રોકવા માટે હુમલા પણ કર્યા.

આ દરમિયાન ભારે ગોળીબાર થયો, પરંતુ અંતે અમેરિકન ટીમ અધિકારીને સુરક્ષિત બહાર કાઢવામાં સફળ રહી અને બધા સૈનિકો ઇરાનમાંથી બહાર આવી ગયા. રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેને અમેરિકાના ઇતિહાસનું સૌથી સાહસિક સર્ચ અને રેસ્ક્યુ ઓપરેશન ગણાવ્યું છે.

અમેરિકન વેબસાઈટ એક્સિયોસે 3 અધિકારીઓના હવાલાથી જણાવ્યું કે ઈરાને શુક્રવારે F-15 વિમાન તોડી પાડ્યું હતું. તેમાં બે લોકો હતા. એક પાઇલટ અને એક વેપન સિસ્ટમ ઓફિસર (જે હથિયારોને ઓપરેટ કરે છે).

પાઈલટને થોડા કલાકોમાં જ બચાવી લેવામાં આવ્યો હતો. પરંતુ બીજો ક્રૂ મેમ્બર, જે વેપન સિસ્ટમ ઓફિસર હતો, તે પેરાશૂટથી ઉતર્યા પછી ઘાયલ થયો. ઈજા થઈ હોવા છતાં તે ચાલવાની સ્થિતિમાં હતો. આ પછી તે ઈરાનના પહાડી વિસ્તારમાં છુપાઈ ગયો અને ત્યાં એક દિવસથી વધુ સમય સુધી રહ્યો.

તેણે પોતાની SERE ટ્રેનિંગ (જીવતા રહેવું, બચવું, વિરોધ કરવો અને બહાર નીકળવું) નો ઉપયોગ કરીને કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતના મુશ્કેલ પહાડી વિસ્તારમાં પોતે છુપાઈ રહ્યો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *